તંત્રની બૂટલેગરો પર તવાઈ ૩ની પાસા હેઠળ અટકાયત

રાજપીપળા, નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે.ચૂંટણી દરમિયાન નર્મદા જિલ્લામાં વિદેશી દારૂનું વેચાણ ન થાય તથા મહારાષ્ટ્ર માંથી વિદેશી દારૂની ઘૂસણખોરી અટકે એ માટે પોલિસ સતર્ક બની છે.નર્મદા જિલ્લામાં બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે.વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડા ચલાવતા ૩ લોકોની નર્મદા એલસીબી દ્વારા પાસા હેઠળ અટકાયત કરાઈ છે.

નર્મદા એલસીબી પીઆઈ એ.એમ.પટેલ સહિત સ્ટાફે વિદેશી દારૂની હેરાફેરી કરતા રાકેશ મનુભાઈ માછી (રહે.ઓરી, નાંદોદ) ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટની મધ્યસ્થ જેલમાં તેમજ નેત્રંગના પ્રતીક મહેશ પટેલ (મૂળ રહે.ગવાડા પટેલ ફળિયું, તા. વિજાપુર) ની પાસા હેઠળ અટકાયત કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં તેમજ તિલકવાડા વિસ્તારમાં જુગારનો અડ્ડો ચલાવતી મહિલા મીનાબેન જગદીશભાઈ તડવીને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution