તમારંુ મુખ્ય કામ પ્રજાના કામો કરવાનું છે - પાર્ટીનું નહીં. પણ શરમજનક છે કે તમારું પ્રત્યેક કૃત્ય પાર્ટીના લાભ આધારિત હોય છે. ૫છી એ કામ તમારા સાક્ષાત ઈશ્વર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ની સેન્ચુરીની ઉજવણી હોય કે તમારી પાર્ટીના એજન્ડાને આગળ ધપાવતા કોઈ ‘બાવા’નો જાહેર કાર્યક્રમ હોય. પાર્ટીના આકાઓની ચાપલુસી કરવા તમારી તમામ શક્તિ અને આવડતને આવા કામોમાં જેટલી વાપરો છો એમાંના ૧૦ ટકા પણ પ્રજાહિતના કામોમાં વાપરો એવી તમને મત આપીને વધુ એકવાર મુર્ખ સાબિત થયેલી પ્રજાની ‘મન કી બાત’ તમને સંભળાય છે ખરી ? (તસવીર ઃ કેયૂર ભાટીયા)