દિલીપકુમારની મુંબઈમાં ક્યાં થશે અંતિમવિધિ? કોણ કોણ થશે સામેલ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુલાઈ 2021  |   23958

દિલીપકુમારની મુંબઈમાં ક્યાં થશે અંતિમવિધિ? કોણ કોણ થશે સામેલ?

દિગ્ગજ એક્ટર દિલીપ કુમારે 98 વર્ષની ઉંમરમાં હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના જવાથી હિંદી સિનેમાના એક યુગનો અંત થઈ ગયો છે. આજે (7 જુલાઈ) સવારે સાડા સાત વાગે તેમનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. છેલ્લાં એક મહિનામાં તેઓ બેવાર હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમને આજે સાંજે જુહૂના કબ્રસ્તાનમાં પાંચ વાગે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. તેમનો પાર્થિવ દેહ હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જ કબ્રસ્તાનમાં મોહમ્મદ રફી, મધુબાલા, મઝરૂહ સુલ્તાનપુરી સહિત અનેક જાણીતી મુસ્લિમ સેલિબ્રિટીઝને દફન કરવામાં આવી છે. મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે દિલીપ કુમારના અંતિમ સંસ્કાર શાસકીય સન્માન સાથે કરવામાં આવશે.

Dilip Kumar's Body Came Home, Bollywood Celebs Came For The Final Darshan

#dilipkumar #dilipkumarpassedaway #dilipkumardeath

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution