ક્રૂડ ઓઇલના ભાવ ૨૦૨૬માં ગગડશે, પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જાન્યુઆરી 2026  |   4059

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફરી એકવાર ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવનો દોર શરૂ થયો છે. વેનેઝુએલા પર અમેરિકાના આક્રમણની સાથે હવે રશિયા-યુક્રેન અને ઈરાન સાથે વધતા અન્ય દેશોના તણાવ મોટી ઉઠાપઠક સર્જશે. વિવિધ રિસર્ચ અને વિશ્લેષક અહેવાલો સૂચવે છે કે વૈશ્વિક ઓવરસપ્લાયને કારણે તેલના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે, જે ફક્ત ક્રૂડ ઓઈલ માર્કેટને જ નહીં પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ, ફુગાવા, રૂપિયાની ગતિવિધિ અને દેશના આર્થિક વિકાસને પણ અસર કરશે.

વેસ્ટ ટેક્સાસ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૫૮ ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. વેનેઝુએલા વૈશ્વિક ક્રૂડ ઓઈલ ઉત્પાદનમાં એક ટકાથી ઓછો હિસ્સો ધરાવે છે તેથી તેના સપ્લાયમાં કોઈપણ વિક્ષેપ મર્યાદિત અસર કરશે. જાેકે એસબીઆઈ રિસર્ચ અનુસાર ઓપેક પ્લસ સમૂહ દેશોએ ક્રૂડનું ઉત્પાદન વધારવાનો ર્નિણય લીધો ત્યારથી ક્રૂડ ઓઇલના ભાવ નબળા પડી રહ્યા છે. ૨૦૨૬ની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ સરેરાશ ૫૫ ડોલર પ્રતિ બેરલની આસપાસ રહી શકે છે. એસબીઆઈ રિસર્ચ અનુસાર ભારત સાથે પ્રત્યક્ષ સંકળાયેલા બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ માર્ચ ૨૦૨૬ સુધીમાં ૫૩ ડોલર અને જૂન, ૨૦૨૬ સુધીમાં ૫૨ ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે. એસબીઆઈ રિસર્ચ અનુસાર, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર સીધી અસર કરશે. ઈંધણના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને ફુગાવામાં વધુ ઘટાડો થવાની ધારણા છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં સરેરાશ સીપીઆઈ ફુગાવો ૩.૪ ટકાની નીચે રહી શકે છે. સસ્તું તેલ ભારતના આયાત બિલમાં ઘટાડો કરશે, જેનાથી રૂપિયો મજબૂત થશે. એવો અંદાજ છે કે ડોલર સામે રૂપિયો ૮૭.૫ની આસપાસ સુધી સુધરી શકે છે. વધુમાં, નીચા એનર્જી ભાવ દેશના જીડીપી વૃદ્ધિ દરમાં ૦.૧૦થી ૦.૧૫ ટકાનો સુધારો કરી શકે છે.

સામે પક્ષે નુવમા સંસ્થાકીય ઇક્વિટીઝ અનુસાર ક્રૂડ ઓઈલ અને ગેસ ક્ષેત્રની એબીટા કમાણી નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ૧૭ ટકા વધવાની ધારણા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને તેના રિફાઇનિંગ અને ડિજિટલ બિઝનેસથી ફાયદો થશે, જ્યારે રિફાઇનિંગ માર્જિનમાં સુધારો થવાને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની કમાણી વધશે. આ સિવાય ઉત્પાદનમાં ઘટાડો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાને કારણે ઓએનજીસીને નુકસાન થઈ શકે છે. ગેઈલ અને અન્ય ગેસ કંપનીઓને પણ દબાણનો સામનો કરવો પડી શકે છે. વેનેઝુએલા વૈશ્વિક ક્રૂડ ઓઈલ ઉત્પાદનમાં એક ટકાથી ઓછો હિસ્સો ધરાવે છે તેથી તેના સપ્લાયમાં કોઈપણ વિક્ષેપ મર્યાદિત અસર કરશે. ઓપેક પ્લસ સમૂહ દેશોએ ક્રૂડનું ઉત્પાદન વધારવાનો ર્નિણય લીધો ત્યારથી ક્રૂડ ઓઇલના ભાવ નબળા પડી રહ્યા છે. એવો અંદાજ છે કે ડોલર સામે રૂપિયો ૮૭.૫ની આસપાસ સુધી સુધરી શકે છે. વધુમાં, નીચા એનર્જી ભાવ દેશના જીડીપી વૃદ્ધિ દરમાં ૦.૧૦થી ૦.૧૫ ટકાનો સુધારો કરી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution