ગાંધીનગર-

રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાના કારણે તબીબ દ્વારા કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યક્ત કરી છે. એએમએના પ્રમુખે જણાવ્યુ કે, વાતાવરણમાં આવેલા પલટાના કારણે કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. બે રૂતુના કારણે શરદી અને તાવના કેસમાં વધારો થાય છે. જેથી કોરનાના કેસ પણ વધી શકે છે. ઠંડી અને વરસાદને લઈને વાયરસ પર દબાણ થતું હોવાથી વાયરસ જમીન તરફ ધકેલાય છે. જમીન તરફ વાયરસ આવવાથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે. જેથી એએમએ દ્વારા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.