ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર
15, માર્ચ 2025 2673   |  

ગાંધીનગર, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક સમાવેશ કરાયું છે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતીને લઈ મહત્વની માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટે ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક સમાવેશ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા હવે પછી માધ્યમિક શાળાઓ માટેની યાદીને જાહેર કરવામાં આવશે. શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૪ અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું કેટેગરી વાઇઝ્ડ જનરલ લિસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવી છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી -૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ પણ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution