વાસ્તુ અનુસાર જો તમે રૂપિયાની બચત કરવા ઈચ્છો છો તો તમારા પર્સમાં અનાવશ્યક વસ્તુઓ રાખવાનું અશુભ માનવામાં આવ્યું છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન કરી લેશો તો જલ્દી બચત કરી શકશો.

પુરુષ હોય કે મહિલાઓ તેમના પર્સમાં કોઈ પણ અનાવશ્યક વસ્તુઓ ભરી લેતા હોય છે. તેઓ આ કામ અજાણતા જ કરે છે. ખરેખર તો તેમને ખ્યાલ જ હોતો નથી કે પર્સમાં કઈ વસ્તુ રાખવી અને કઈ નહીં. વાસ્તુના નિયમ અનુસાર જો તમે પર્સમાં કેટલીક બીનજરૂરી વસ્તુઓ ભરી લો છો તો તે તમારા માટે મુશ્કેલીભર્યું બને છે. તેનાથી તમારી પ્રગતિ અને બચત અટકે છે, તો આજથી જ જાણો વાસ્તુના ખાસ નિયમો અને કરી લો ફોલો.

વાસ્તુના નિયમ અનુસાર પર્સ કે વોલેટમાં ક્યારેય ચાવી રાખવી નહીં. માન્યતા છે કે તેમાં ચાવી રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. પર્સમાં રૂપિયાની સાથે કાગળ જેવા કે બિલ વગેરે રાખવા નહીં. વાસ્તુ અનુસાર આમ કરવાથી નેગેટિવ એનર્જી આવે છે અને આર્થિક સ્થિતિમાં નુકસાન થાય છે. વાસ્તુમાં કહેવાયું છે કે પર્સ કે વોલેટમાં તમે રૂપિયા રાખો છો તો ધ્યાનથી રાખો. નોટને સીધી રાખવાનો અને મોટી સંખ્યાથી નાની સંખ્યામાં ગોઠવીને રાખો. રૂપિયાની નોટોને ક્યારેય વાળીને પર્સ કે વોલેટમાં ન રાખો. તેનાથી તમારી આર્થિક પ્રગતિ અટકે છે.

વાસ્તુમાં કહેવાયું છે કે પૂર્વજોનો ફોટો પર્સમાં કે વોલેટમાં રાખવાનું અશુભ છે. પૂર્વજોના ફોટોને પર્સમાં રાખવાથી ઘન કે પૈસા સંબંધિત પરેશાની સતત રહે છે કોઈ પણ પ્રકારના ઉધાર કે વ્યાજ લેવાની રકમને પર્સમાં રાખવી નહીં. તેનાથી ધન હાનિના સંકેત મળે છે. વોલેટ કે પર્સમાં ચપટી ચોખા રાખવાથી પણ ધનની બચત થાય છે. પર્સમાંથી ખોટી જગ્યાએ અને સાથે જ વિના કામના રુપિયા ખર્ચ થતા નથી. મા લક્ષ્‍‍મીનો ફોટો પર્સ કે વોલેટમાં રાખી લેવામાં આવે તો પણ રૂપિયા જલ્દી ખર્ચ થતા નથી અને સાથે તમને બચત કરવમાં લાભ મળે છે.

વાસ્તુ શાસ્ત્રમાં કહ્યા અનુસાર ફાટેલી નોટ પર્સમાં ક્યારેય રાખવી નહીં. આમ કરવાથી ધનની હાનિ થઈ શકે છે. જો તમારી પાસે આવી કોઈ નોટ આવી ગઈ છે તો તેને જલ્દી જ બદલાવી લો અને તેને પર્સ કે વોલેટથી અલગ રાખો. જો તમે આ નાની નાની આદતો અપનાવી લેશો તો તમે જલ્દીથી રૂપિયાની અનેકગણી બચત કરી શકો છો અને ધનવાન બની શકો છો.