લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુલાઈ 2020 |
319275
ઘરમાં મંદિર યોગ્ય દિશામાં હોય તો ત્યાં પૂજાપાઠ કરવાથી મનને શાંતિ મળે છે. વાસ્તુમાં મંદિર માટે શુભ દિશા જણાવવામાં આવી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ વિશેષજ્ઞ પં. મનીષ શર્મા પ્રમાણે રોજ સવાર-સાંજ પૂજા કરતાં પહેલાં ઘરમાં સાફ-સફાઈ જરૂર કરવી જોઇએ.
ઘરમાં ગંદકી રહે તો વાસ્તુદોષ વધે છે. ઘરમાં મંદિર પૂર્વ, ઉત્તર દિશા અથવા ઈશાન ખૂણામાં બનાવવું જોઇએ. જો આ દિશામાં મંદિર બનાવવું સંભવ ન હોય તો પશ્ચિમ દિશામાં બનાવી શકો છો. દક્ષિણ દિશામાં મંદિર બનાવવાથી બચવું જોઇએ.
મંદિર માટે આ દિશા શુભ માનવામાં આવતી નથી. પૂજા કરતી સમયે વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશામાં હોય તો શુભ રહે છે. એટલે મંદિરનું દ્વારા પૂર્વ દિશા તરફ હોવું જોઇએ. રોજ સવાર અને સાંજ મંદિરમાં દીવો અને ધૂપબત્તી જરૂર પ્રગટાવો.
મંદિરની આસપાસ એટલી ખુલ્લી જગ્યા જરૂર રાખો, જ્યાં બેસીને ધ્યાન કરી શકાય. પૂજા બાદ મંત્રજાપ કરો, ધ્યાન કરો. આવું કરવાથી માનસિક તણાવ દૂર થઇ શકે છે.
મન શાંત રહે છે. જ્યાં મંદિર બનાવ્યું છે, ત્યાં પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, શુભ વસ્તુઓ જ રાખવી જોઇએ. ઘરનો અન્ય સામાન મંદિર પાસે રાખવાથી બચવું જોઇએ. ધ્યાન રાખો, બાથરૂમ અને મંદિર પાસે-પાસે હોવા જોઇએ નહીં. જો મંદિરની આસપાસ બાથરૂમ હોય તો દરવાજો હંમેશાં બંધ રાખવો જોઇએ. દરવાજા ઉપર પડદો પણ લગાવવો જોઇએ.