04, ઓગ્સ્ટ 2020
297 |
શ્રાવણ આવતા જ આખું વાતાવરણ પવિત્ર અને ધાર્મિક બની જાય છે. આ મહિનાનો લાભ બધા એ જ ઉઠાવવો જોઈએ. આ મહિનામાં જાપ કરવામાં આવેલા મંત્રો સિદ્ધ અને અસરકારક હોય છે. જેનાથી શિવજી પ્રસન્ન થાય છે. આખા શ્રાવણ મહિનામાં જાપ અને પૂજન કરવું જોઈએ. આ સિવાય ઘરમાં જો શિવલિંગ હોય તો તેની પણ પૂજા કરવી જોઈએ. સાથે જ મંત્રોના જાપ રુદ્રાક્ષની માળાથી કરવા જોઈએ.
શ્રાવણ માસ ખુશીઓથી ભરપૂર હોય છે, જેમાં શિવજીની આરાધના કરવામાં આવે છે. આ માસમાં અમુક એવા મંત્ર છે જેનો જાપ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જશે. શ્રાવણ માસમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અપાર પુણ્ય મળે છે.
"ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् "
મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદનો એક શ્લોક છે. શિવને મૃત્યુંજયના રૂપમાં સમર્પિત આ મહાન મંત્ર ઋગ્વેદમાં મળી આવે છે. શાસ્ત્રોની માન્યતા છે કે મહામૃત્યુંજય મંત્ર ચમત્કારી અને શક્તિશાળી મંત્ર છે.
જીવનની અનેક સમસ્યાઓમાંથી બહાર આવવામાં તમને રાહત આપે છે. જો મનમાં શ્રદ્ધા હોય તો તેનું પરિણામ અચૂક મળે છે. તે ગ્રહોની શાંતિમાં ખાસ ભૂમિકા નિભાવે છે. શ્રાવણ માસમાં સવારે ધૂપ-અગરબત્તી કરીને ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરો. તમારા બધા દુઃખ ખતમ થઇ જાશે. સુતા પહેલા પણ તમારે ઓછામાં ઓછા 51 વાર આ મંત્રનો જાપ કરો.