કોરોના હમણા પીછો નહિ છોડેઃ વર્ષ દરમ્યાન ત્રાસ આપતો રહેશે, જાણો વધુ
03, મે 2021 495   |  

લંડન-

કોરોના વાયરસના કહેરથી ભારત સહિત સમગ્ર દુનિયા બેહાલ છે અને ઠેરઠેર લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વિશ્વભરમાં એક જ સવાલ છે કે આ મહાસંકટથી માનવીને કયારે મુકિત મળશે ? આ દરમિયાન એક છેલ્લામા છેલ્લા અભ્યાસમાં ખુલાસો થયો છે કે કોરોના વાયરસ મહામારી સમગ્ર વર્ષ દરમિયાન પોતાના ચરમ પર આવશે અને પછી તે ઘટવા લાગશે. આ પ્રકારે કોરોનાના કહેરથી સમગ્ર વિશ્વને વર્ષ દરમિયાન સહન કરવુ પડશે.

જર્નલ સાયન્ટીફીક રીપોર્ટમાં પ્રકાશિત એક સંશોધન પત્રમાં જણાવાયુ છે કે ઠંડીની મોસમમાં વધુ કેસ સામે આવશે અને ગરમીઓની મોસમમાં તે ઓછા જાેવા મળશે. ભૂમધ્ય રેખાની પાસે મોજુદ દેશોમાં કોરોના વાયરસના ઓછા કેસ સામે આવશે જ્યારે જે દેશ ધરતીના ઉત્તર અને દક્ષિણ ભાગમાં છે ત્યાં વધારે ઉપાડો લેશે. સંશોધનકારોએ ૧૧૭ દેશોના આંકડાના આધારે આ સંશોધન પ્રગટ કર્યુ છે. આ સંશોધન દરમિયાન એ જાણવા પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કોઈ દેશની અક્ષાંશ રેખાની ત્યાં કોરોના વાયરસના કેસની સંખ્યા પર શું અસર પડે છે. જેમા જણાવાયુ છે કે ધરતીના ભૂમધ્ય રેખાથી એક અક્ષાંશ રેખા વધવા પર ૧૦ લાખની વસ્તી પર ૪.૩ ટકા કોરોના વાયરસની વૃદ્ધિ થાય છે.

સંશોધનકારોનું કહેવુ છે કે જે દેશ ભૂમધ્ય રેખા પાસે છે તેમા ૧૦ લાખની વસ્તી પર ૩૩ ટકા કેસ ઓછા છે. તેઓએ કહ્યુ છે કે સૂર્યની યુવી લાઈટ કોરોના વાયરસને નબળો પાડે છે કે મારી શકે છે. આનો અર્થ એ થયો કે દુનિયામાં ગરમીની મોસમમાં કોરોના વાયરસના ઓછા કેસ સામે આવશે. તેઓએ એમ પણ કહ્યુ હતુ કે આનો અર્થ એ થયો કે ગરમીની મોસમમાં કોરોના વાયરસની મહામારી સમાપ્ત નહિ થાય. હેઈડેલબર્ગ ઈન્સ્ટીટ્યુટ ઓફ ગ્લોબલ હેલ્થ જર્મની અને ચાઈનીઝ એકેડમી ઓફ મેડિકલ સાયન્સ દ્વારા કરવામાં આવેલી શોધમાં જણાવાયું કે આ રીતે આખા વર્ષ દરમિયાન કોરોનાનો કેર ચાલુ રહેશે અને આખી દુનિયાએ ઝઝુમવું પડશે.

શિયાળામાં વધારે કેસો આવશે અને ઉનાળાની સિઝનમાં ઓછા કેસો આવશે. ભૂમધ્ય રેખાના દેશોમાં કોરોના વાયરસના ઓછા કેસો નોંધાયા છે પરંતુ જે દેશ ધરતીની ઉત્ત્‌|રી અને દક્ષિણી હિસ્સામાં છે તેમને કોરોના સામે વધારે ઝઝુમવું પડશે.વૈજ્ઞાનિકોએ ૧૧૭ દેશોના આંકડાને આધારે આ શોધ પ્રસિદ્ઘ કરી છે. આ શોધ દરમિયાન એવું જાણવાનો પ્રયાસ થયો કે કોઈ દેશની અક્ષાંસ રેખાની ત્યાંના કોરોના વાયરસના કેસોની સંખ્યા પર કેવી અસર પડે છે. જાેકે સંશોધકોએ એવું પણ જણાવ્યું કે એવો અર્થ એવો થયો કે ગરમીની સિઝનમાં કોરોના મહામારી ખતમ નહીં થાય. આ લેટેસ્ટ સ્ટડી એવે સમયે થઈ છે કે જયારે આજે દુનિયાભરમાં કોરોના મહામારીએ કોહરામ મચાવ્યો છે. આ દરમિયાન કોરોના કેસોની કુલ સંખ્યા વધીને ૧૫.૨૪ કરોડને પાર પહોંચી છે જયારે ૩૧.૯ લાખ કરતા પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution