દ્વારકા-

દ્વારકામાં ચોંકાવનારી ઘટના બની છે,18 ઓક્ટોબરના રોજ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વીજશોક લાગવાથી ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. દ્વારકા જિલ્લાના ચાચલાણા અને ગઢકા ગામમાં આ દુખદ ઘટના બની છે, જેમાં એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. જેને બચાવવા જતા અન્ય વ્યક્તિને પણ કરંટ લાગ્યો અને બંનેનું મોત નીપજ્યું. જ્યારે ગઢકામાં ખેતરમાં વીજ વાયર અડી જતા બાળકીનું મોત થયું હોવાની દુખદ ઘટના ઘટી છે.

કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે ખેતરમાં ટીસી પર રીપેરીંગ કરવા જતાં એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. ત્યાર બાદ બીજા વ્યક્તિએ તેને બચાવવા જતા તેને પણ વીજ કરન્ટ લાગતા બંનેનું મોત નીપજ્યું હતું. ધટનાની જાણ થતાં કલ્યાણપુર પોલોસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટન માટે કલ્યાણપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બીજી ઘટનામાં કલ્યાણપુરના ગઢકા ગામે ખેતરમાં જીવંત વીજ વાયર નીચે પડતા બાળકીનું મોત થયું છે. બાળકી ખેતરમાં રમતી હતી અને એ વેળાએ જ વીજ વાયર નીચે પડતા મોત નીપજ્યું. વીજ કરન્ટની ઘટનામાં કુલ 3 મોત નીપજતા કલ્યાણપુર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.