લોકસત્તા-જનસત્તાના અહેવાલનો પડઘો : બે દિવસમાં ૩૨ કેસ વધ્યા! તંત્રએ રેકર્ડ સુધાર્યો!?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, જુન 2020  |   1683

આણંદ ઃ આણંદ જિલ્લામાં આજ સુધી સરકારી ચોપડે ૧૮૯ કેસ દેખાડવામાં આવ્યાં છે. ગઈકાલ એટલે કે, તા.૨૪ સુધી ૧૬૭ હતાં અને તા.૨૩ સુધી આ કેસ ૧૫૭ દેખાડવામાં આવતાં હતાં. આજે લોકસત્તા-જનસત્તા અહેવાલ બાદ અચાનક ખારાઈ કરવામાં આવી હતી અને આંકડો સીધો ૧૮૯ પર પહોંચી ગયો છે. એટલે કે, માત્ર બે દિવસમાં ૩૨ કેસનો ઉછાળો નોંધાયો છે! આ ઉપરાંત જિલ્લામાંથી ૪૬૬૭ શંકાસ્પદ શખસોના સેમ્પલ લેવામાં આવ્યાં હતા, જેમાંથી ૪૪૭૮ના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution