02, ઓક્ટોબર 2025
વોશિંગ્ટન |
6831 |
આટલી સંપત્તિવાળા ઇતિહાસના પ્રથમ વ્યક્તિ બન્યા.
દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કની સંપત્તિમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના પરિણામે તેમણે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર્સ ઇન્ડેક્સની યાદી અનુસાર, ટેસ્લા-સ્પેસએક્સ જેવી કંપનીઓના સીઇઓ મસ્ક 500 અબજ ડૉલરની નેટવર્થવાળા પ્રથમ વ્યક્તિ બની ગયા છે.
તેમની કંપનીઓના શેરોમાં ઉછાળો અને વધતા મૂલ્યાંકનનો સીધો ફાયદો તેમની સંપત્તિ પર જોવા મળ્યો, અને તેમણે બુધવારે આ મહાન સિદ્ધિ હાંસલ કરી. ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી જારી ઉછાળાને કારણે તેમની સંપત્તિમાં રોકેટની ગતિએ વધારો થયો છે.
ફોર્બ્સ અનુસાર, મસ્કને આ સિદ્ધિ બુધવારે ત્યારે મળી, જ્યારે ટેસ્લાના શેર લગભગ 4% વધીને બંધ થયા, જેના કારણે તેમની કુલ સંપત્તિ 500.1 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ. આ તેજીને કારણે તેમણે એક જ દિવસમાં 7 અબજથી વધુ ડૉલરની કમાણી કરીને ઇતિહાસ રચ્યો અને આટલી સંપત્તિવાળા ઇતિહાસના પ્રથમ વ્યક્તિ બન્યા.