01, ઓક્ટોબર 2025
મુંબઈ |
2574 |
ગત વખતે ટેરિફને કારણે યથાવત્ રાખ્યા હતા
આરબીઆઈનો મોનિટરી પોલિસીની બેઠકના પરિણામ જાહેર કરતાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 5.5% પર યથાવત્ રાખવામાં આવી રહ્યા છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં આરબીઆઈ દ્વારા ઘટાડાની આશા રાખી રહ્યા હતા. જ્યારે મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઇ રહી હતી. જોકે હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે.આરબીઆઈએ રેપો રેટ યથાવત્ રાખતા હવે લોકોના ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.
ઉલ્લેખનીય છે કે અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં ગત વખતે પણ રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.