GSTના નવા રેટ લાગુ, રોજીંદી જીવનની અનેક વસ્તુઓ સસ્તી થઈ
22, સપ્ટેમ્બર 2025 નવી દિલ્હી   |   4158   |  

સોયથી લઈને AC સુધીની અનેક વસ્તુઓના ભાવ ઘટ્યાં

ભારતની ઈનડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમમાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર આજથી અમલમાં આવશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારાના રૂપે કરાયેલા ફેરફારને લઈ આજથી અનેક જીવન જરૃરી સહિત વસ્તુઓના ભવ ઘટ્યા છે. GST કાઉન્સિલે સપ્ટેમ્બરની શરૂઆતમાં આ સુધારાને મંજૂરી આપી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કર માળખાને સરળ બનાવવા, વપરાશને પ્રોત્સાહન આપવા અને દરોને તર્કસંગત બનાવવાનો છે.

મુખ્યત્વેજીએસટીને સરળ બનાવતાં સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 22 સપ્ટેમ્બરથી હવે મોટાભાગની પ્રોડક્ટ્સ પર 5 ટકા અને 18 ટકા જીએસટી લાગુ થશે. અત્યારસુધી 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના ચાર સ્લેબ લાગુ હતા. ઉપરાંત જીએસટી કાઉન્સિલે લકઝરી પ્રોડક્ટ્સ તેમજ હાનિકારક પદાર્થો પર એક વિશેષ જીએસટી લાગુ કર્યો છે. આ સ્પેશિયલ સ્લેબ 40 ટકા જીએસટીનો છે. તમાકુ, આલ્કોહોલ, એરેટેડ ડ્રિંક્સ, લકઝરી પ્રોડક્ટ્સ પર હવેથી 40 ટકા જીએસટી લાગુ થશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution