19, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2178 |
મુંબઈમાં સર્વાધિક કરોડપતિ, હુરુન ઈન્ડિયાનો વેલ્થ રિપોર્ટ
ભારતમાં અમીરોની સંખ્યામાં વધારો થયો છે. હુરુન ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, છેલ્લા 4 વર્ષમાં કરોડ પતિઓની સંખ્યા બમણી થઈ છે. આ વેલ્થ રિપોર્ટ 2025 મુજબ, ભારતમાં કરોડપતિ પરિવારો કે જેમની નેટ વર્થ ₹8.5 કરોડ કે તેથી વધુ છે તેમની સંખ્યા 2021માં 4.58 લાખ હતી, જે 2025માં વધીને 8.71 લાખ થઈ ગઈ છે. એટલે છેલ્લા ચાર વર્ષમાં લગભગ 90%નો વધારો થયો છે. જો આ જ ગતિએ વૃદ્ધિ ચાલુ રહેશે, તો આગામી 10 વર્ષમાં આ સંખ્યા 20 લાખ સુધી પહોંચી શકે છે.
જોકે, મુંબઈ હજુ પણ ભારતની મિલિયોનર્સનું કેપિટલ છે, જ્યાં 1.42 લાખથી વધુ શ્રીમંત પરિવારો વસે છે. જયારે આ યાદીમાં દિલ્હી 68,200 કરોડપતિ પરિવારો સાથે બીજા ક્રમે છે. તેમજ બેંગલુરુ 31,600 કરોડપતિ પરિવારો સાથે ત્રીજા સ્થાને છે.રાજ્યોની વાત કરીએ તો, મહારાષ્ટ્ર 1.78 લાખ કરોડપતિ પરિવારો સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યો આવે છે.
રિપોર્ટ અનુસાર, ભારતની જીડીપી વૃદ્ધિ અને મજબૂત નાણાકીય બજારો આ પરિવર્તનનું મુખ્ય કારણ છે. શેરબજારમાં સતત વધારો, ડિજિટલ પેમેન્ટ્સમાં વધારો અને રિયલ એસ્ટેટમાં વધી રહેલા રોકાણે પણ કરોડપતિઓની સંખ્યા વધારી છે.