અમેરિકામાં નાગરિકતા મેળવવી હવે વધુ મુશ્કેલ બનશે
19, સપ્ટેમ્બર 2025 વોશિંગ્ટન   |   2079   |  

ટ્રમ્પ સરકાર સિટીઝનશિપ ટેસ્ટ વધુ મુશ્કેલ બનાવશે

અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે. ટ્રમ્પ વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, અમેરિકા સરકાર સિટીઝનશિપ ટેસ્ટને ફરીથી વધુ મુશ્કેલ બનાવશે, જેમાં વધુ જટિલ સવાલો હશે. 20મી ઓક્ટોબરના રોજ અથવા તે પછી અરજી કરનારાઓ માટે ટેસ્ટ આપવી જરૂરી રહેશે. અરજદારોને ટેસ્ટ પાસ કરવાની બે તકો મળશે, ત્યારબાદ તેમણે ફરીથી અરજી પ્રક્રિયા શરૂ કરવી પડશે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે જણાવ્યું હતું કે, સુધારેલી પરીક્ષા ખાતરી કરશે કે નવા નાગરિકો અમેરિકાની મહાનતામાં યોગદાન આપે છે. નવી ટેસ્ટ હેઠળ અરજદારોએ હવે 20માંથી 12 સવાલોના જવાબ આપવા પડશે, જે 10માંથી 6 હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળના અંતે ટેસ્ટમાં ફેરફારો લાગુ કર્યા. નવી સિસ્ટમ પહેલી ડિસેમ્બર 2020થી 30મી એપ્રિલ, 2021 સુધી અમલમાં હતી, ત્યારબાદ બાઈડેન વહીવટીતંત્રે તેને સમાપ્ત કરી અને ટેસ્ટને સરળ બનાવી હતી.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ ના ડિરેક્ટર જોસેફ એડલોએ જુલાઈમાં કહ્યું હતું કે, 'ટેસ્ટ ખૂબ જ સરળ હતી. હવે લેવામાં આવતી ટેસ્ટ ખૂબ મુશ્કેલ નથી. જવાબો યાદ રાખવા ખૂબ જ સરળ છે.'


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution