19, સપ્ટેમ્બર 2025
સાઉથ કેરોલિના |
2376 |
23 વર્ષથી ત્યાં સ્ટોર ચલાવતા હતા
અમેરિકાના સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી સ્થાયી થયેલા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. કિરણબેન સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ તેમના સ્ટોરમાં એક બુકાનીધારી યુવક ઘૂસી આવ્યો હતો અને તેણે લૂંટના ઇરાદે આડેધડ ફાયરીંગ કર્યું હતુ. જેમાં કિરણબેનને આઠથી જેટલી ગોળી વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. કિરણ બેનના બે બાળકો છે જેમાં એક દીકરો છે જે યુકેમાં અને એક દીકરી જે કેનેડામાં વસવાટ કરે છે.
સૂત્રો મુજબ આ ઘટના ત્રણ દિવસ અગાઉ રાતના સમયે બની હતી જ્યારે કિરણબેન સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે તેઓ કેશ કાઉન્ટ કરી રહ્યા હતા. અચાનક જ બુકાનીધારી આવ્યો અને દુકાનમાં ઘૂસીને ફાયરિંગ કરવા લાગ્યો હતો. જેમાં કિરણબેનનું મોત નિપજ્યું હતુ. આ ઘટનાને લઈને ત્યાં રહેતા ગુજરાતી પરીવારમાં રોષ સાથે ભયનો માહોલ ફેલાયો છે.