19, સપ્ટેમ્બર 2025
સના |
2574 |
યમનથી છોડાયો હતો ડ્રોન, સીસીટીવી ફૂટેજ ઇઝરાયલી સેના દ્વારા જાહેર કરાયા
યમનથી છોડવામાં આવેલો એક ડ્રોન રોજ દક્ષિણ ઇઝરાયલના ઇલાત શહેરમાં એક હોટલ પાસે પડ્યો હતો. આ ડ્રોન હુમલાથી એક મોટો ધડાકો થયો હતો. અને આગ લાગી ગઈ, જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી.
ઈરાન સમર્થિત હૂતી સંગઠને જવાબદારી લીધી
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ઇઝરાયલી સેના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ ઇલાતમાં પૂર્વમાંથી છોડવામાં આવેલો એક ડ્રોન પડ્યો હતો. ડ્રોન આવતા પહેલા જ વિસ્તારમાં એર રેડ સાયરન વાગ્યા હતા. વીડિયોની તારીખ સીસીટીવી ટાઇમસ્ટેમ્પ અને રિપોર્ટિંગ દ્વારા ચકાસવામાં આવી છે. ફૂટેજમાં દેખાતી ઇમારતો અને વૃક્ષો પણ ઇલાતની સેટેલાઇટ તસવીરો સાથે મેળ ખાય છે. આ તમામ બાબતો પરથી ઇઝરાયલી મીડિયાએ પુષ્ટિ કરી છે કે આ ડ્રોન યમનથી છોડવામાં આવ્યો હતો અને સીધો ઈલાતના હોટલ વિસ્તારમાં પડ્યો હતો.આ હુમલાની જવાબદારી યમનના ઈરાન સમર્થિત હૂતી સંગઠને લીધી છે.