જીએસટીમાં ધટાડા બાદ 4 કંપનીએ સાબુ, શેમ્પુ, લોટ, ક્રિમ સહિતની વસ્તુઓના ભાવ ઘટાડ્યા
19, સપ્ટેમ્બર 2025 નવી દિલ્હી   |   2970   |  

ITC, HUL સહિત 4 કંપનીની જાહેરાત

દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓએ 22 સપ્ટેમ્બરથી સાબુ, શેમ્પૂ, બેબી ડાયપર, ટૂથપેસ્ટ, રેઝર અને આફ્ટર-શેવ લોશન જેવા ઉત્પાદનો પર ભાવ ઘટાડાની જાહેરાત કરી છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, ઇમામી અને HUL જેવી કંપનીઓએ નવી કિંમતની યાદી બહાર પાડી છે.

પ્રોક્ટર એન્ડ ગેમ્બલે તેના ઉત્પાદનોની સુધારેલી યાદી બહાર પાડી છે. તેમાં વિક્સ, હેડ એન્ડ શોલ્ડર્સ, પેન્ટીન, પેમ્પર્સ (ડાયપર), જીલેટ, ઓલ્ડ સ્પાઈસ અને ઓરલ-બી જેવી બ્રાન્ડ્સના ભાવમાં ઘટાડો શામેલ છે. વિક્સ એક્શન 500 એડવાન્સ્ડ અને વિક્સ ઇન્હેલરના ભાવ ₹69 થી ઘટાડીને ₹64 કરવામાં આવ્યા છે, કારણ કે આ ઉત્પાદનો પરનો GST દર 12 ટકાથી ઘટીને 5 ટકા થઈ ગયો છે.

દેશની સૌથી મોટી FMCG કંપની HUL એ GST સુધારા બાદ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવતા ડવ શેમ્પૂ, હોર્લિક્સ, કિસન જામ, બ્રુ કોફી, લક્સ અને લાઇફબોય સોપ સહિત તેની ગ્રાહક ઉત્પાદન શ્રેણી પર કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

જ્યારે કેન્દ્ર સરકારની આગેવાની હેઠળની GST કાઉન્સિલ દ્વારા હાલના કર માળખામાં સુધારાના નિર્ણય બાદ, ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ જાયન્ટ ITC લિમિટેડે તેના ગ્રાહકો માટે તેના સમગ્ર પોર્ટફોલિયોમાં કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution