22, સપ્ટેમ્બર 2025
પોરબન્દર |
3861 |
જહાજના માલિકને મોટું અર્થિક નુકસાન
પોરબંદરના બંદર પર ચોખા ભરેલા એક જહાજમાં ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બંદરની જેટી પર બની હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જહાજ અને તેમાં રહેલા સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડ, કોસ્ટગાર્ડ અને પોર્ટ સત્તાવાળાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોરબંદર ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઈટર દ્વારા સતત એક કલાક પાણીનોકા મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.
પ્રાથમિક અંદાજ મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે, જહાજ મોટી માત્રામાં ચોખાનો જથ્થો ભરવામાં આવ્યો હતો. આગના કારણે ચોખાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે જહાજના અમુક ભાગો પણ આગની લપેટમાં આવી ગયા હતા.