22, સપ્ટેમ્બર 2025
મુંબઈ |
3465 |
બરેલીમાં દિશાના ઘર પાસે ફાયરિંગ થયું હતું, બરેલી પોલીસના ઈનપૂટ્સ બાદ મુંબઈ પોલીસની કાર્યવાહી
ફિલ્મ અભિનેત્રી દિશા પટાણીના મુંબઈના ઘરે સિક્યોરિટી વધારી દેવાઈ છે. બરેલીમાં દિશાના ઘરે ફાયરિંગ થયા બાદ બરેલી પોલીસે મુંબઈ પોલીસને દિશાની સુરક્ષા બાબતે પણ એલર્ટ રહેવા જણાવ્યું હતું. તે પછી દિશાનાં ઘર આસપાસ પોલીસ જાપ્તો વધારી દેવાયો છે. વધુ પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા છે. બરેલી પોલીસ દ્વારા દિશાના ઘર પર ફાયરિંગના કેસના આરોપીઓની ગતિવિધિ વિશેની અપડેટ પણ મુંબઈ પોલીસને સતત આપવામાં આવી રહી છે. ગઈ તા. ૧૨મી સપ્ટેમ્બરે દિશાના બરેલી ખાતેના ઘરે ગોળીબાર થયો હતો. ગોળીબાર વખતે દિશાના પિતા તથા બહેન ઘરમાં હાજર હતાં. જોકે, ગોળીબારમાં કોઈને ઈજા થઈ ન હતી. ગોલ્ડી બ્રાર ગેંગે આ ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી.
જોકે,આ ગોળીબારમાં સામેલ બે આરોપીઓનાં એન્કાઉન્ટર થઈ ચૂક્યાં છે અને અન્ય બેની ધરપકડ થઈ ચૂકી છે.