ઇઝરાયેલનો ગાઝા પર હુમલો, 34 લોકોનાં મોત
22, સપ્ટેમ્બર 2025 કાઇરો   |   3366   |  

અનેક દેશો પેલેસ્ટાઇનને રાષ્ટ્રની માન્યતા આપવાની તૈયારી કરી રહ્યા છે

ગાઝા શહેર પર સમગ્ર રાત થયેલા હુમલામાં બાળકો સહિત ૩૪ લોકોનાં મોત થયા છે છે તેમ આરોગ્ય અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.ઇઝરાયેલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અનેક દેશો તરફથી પેલેસ્ટાઇનને રાષ્ટ્રની માન્યતા આપવાની તૈયારી કરી રહ્યાં છે.

શિફા હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે મોડી રાતે શહેરના દક્ષિણ ભાગમાં એક રહેણાંક વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ૧૪ લોકોનાં મોત થયા છે. મોટા ભાગના મૃતદેહો શિફા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. રાતે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે કેટલાક પ્રમુખ પશ્ચિમી દેશ સોમવારે થનારી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પેલ્સ્ટાઇનને રાષ્ટ્રનો દરજ્જો આપવાની તૈયારી કરી રહ્યાં છે.

જેમાં બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, માલ્ટા, બેલ્જિયમ અને લક્સમબર્ગ સામેલ છે. પોર્ટુગલના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે પેલેસ્ટાઇનને રાષ્ટ્રનો દરજ્જો આપશે.યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી અગાઉ ઇઝરાયેલમાં શાંતિ કાર્યકર્તાઓએ પેલેસ્ટાઇન રાષ્ટ્રની પ્રસ્તાવિત માન્યતાનું સ્વાગત કર્યુ છે. રવિવારે ૬૦થી વધારે યહુદી અને અરબ શાંતિ સંગઠનોના એક જૂથે યુદ્ધની સમાપ્તિ, બંધકોની મુક્તિ અને પેલેસ્ટાઇન રાષ્ટ્રને માન્યતા આપવાની અપીલ કરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution