26, સપ્ટેમ્બર 2025
વોશિંગ્ટન |
5049 |
કિચન કેબિનેટ પર 50 અને ટ્રક પર 30% ની જાહેરાત
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ અંગે વધુએક મોટો નિર્ણય કર્યો છે. જેમાં આગામી 1 ઓક્ટોબરથી વિદેશી ફાર્માસ્યુટિકલ્સ, કિચન કેબિનેટ, ફર્નિચર અને ભારે ટ્રક પર મોટી ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે આ પગલું સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી લેવાયો છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેક્સ, કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50% , અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% અને ભારે ટ્રક પર 25% ટેક્સ લાદવામાં આવશે.
ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તા.1 ઓક્ટોબરથી, અમે કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પર100% ટેરિફ લાદીશું. કરમાંથી મુક્તિ ફક્ત ત્યારે જ લાગુ થશે જો કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે. જો આ કંપનીઓ બ્રેકિંગ ગ્રાઉન્ડ અથવા અંડર કન્સ્ટ્રક્શનની સ્થિતિમાં હશે તો તેમને કરમુક્તિ આપવામાં આવશે.
એક અન્ય સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે અમે 1 ઓક્ટોબર થી તમામ કિચન કેબિનેટ, બાથરુમ વેનિટી અને સંબંધિત પ્રોડક્ટ સામે 50% ટેરિફ લગાવીશું. આ ઉપરાંત અમે અપહોલ્સટર્ડ ફર્નિચર સામે 30% ટેરિફ લગાવીશું. તેનું કારણ એ છે કે બહારના દેશો દ્વારા અમેરિકામાં આ પ્રોડક્ટસની મોટાપાયે નિકાસ કરવામાં આવે છે.