27, સપ્ટેમ્બર 2025
સુરત |
4851 |
સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી દોડશે
ઉધનાથી બ્રહ્મપુર વચ્ચે શનિવારથી અમૃત ભારત ટ્રેન દોડાવવામાં આવનાર છે. મુસાફરી દરમિયાન તકલીફ નહીં પડે તેવી તમામ બાબતોનુ ખાસ ધ્યાન રાખીને ટ્રેનના કોય તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ફ્રિઝ, ઓવન, વોટર પ્યુરીફાયર ઉપરાંત ચાર્જીંગના પણ વધુ પોઇન્ટ આપવામાં આવ્યા છે. આ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ફ્લેગ ઓફ આપી રવાના કરાશે.
રોજ આ ટ્રેન ઉધના સ્ટેશથી સવારે 7.10 કલાકે રવાના થશે અને બીજા દિવસે બપોરે 1.55 કલાકે બ્રહ્મપુર પહોંચશે, તેમજ પરત બ્રહ્મપુરથી રાત્રે 11:45 કલાકે ઉપડશે અને 33 કલાકની સફર કાપી બીજા દિવસે વહેલી સવારે 8.45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેનમાં ખાસ સિસ્ટમ ઇમર્જન્સી પેસેન્જર ટેલ્ક બેક ટ્રેન ગાર્ડ યુનિટ છે
આ ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવેલી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય તે પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.