27, સપ્ટેમ્બર 2025
સુરત |
5247 |
છોડ અને વાવેતર સાથેની લૅન્ડસ્કેપિંગ હરિયાળી
સુરત બુલેટ ટ્રેન સ્ટેશન યાત્રીઓની આરામદાયક અને સુવિધાજનક મુસાફરી માટે વિશેષ ધ્યાન સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. શાંત અને સુખદ પ્રવાસ માટે આંતરિક ડિઝાઇન, સ્કાયલાઇટથી કુદરતી પ્રકાશ અને સારી રીતે હવા પ્રવાહવાળા પ્લેટફોર્મ્સને બનાવવામાં આવી રહ્યું છે.
સ્ટેશનમાં આધુનિક યાત્રિ સુવિધાઓ જેવી કે વેઇટિંગ લાઉન્જ, નર્સરી, રેસ્ટરૂમ્સ, રિટેલ આઉટલેટ્સ વગેરે ઉપલબ્ધ છે. વિવિધ માળા વચ્ચેની ગતિને સરળ અને સૌમ્ય બનાવવા માટે અનેક લિફ્ટ અને એસ્કલેટર્સ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. વૃદ્ધો વિભિન્ન ક્ષમતા ધરાવતા લોકો અને બાળકો સાથે પરિવારોની જરૂરિયાતોને ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. યાત્રીઓને સરળતાથી કોનકોર્સ. પ્લેટફોર્મ અને એકિઝટ વિસ્તારોમાં માર્ગદર્શન આપવા માટે સ્પષ્ટ સાઇનેજેસ, માહિતી કિયોસ્ક અને જાહેર પ્રસારણ સિસ્ટમ્સ પણ સ્થાપિત કરવામાં આવી રહી છે.
આ સ્ટેશન ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઈજીબીસી) ની વિશેષતાઓ જેમ કે વરસાદનું જલ સંગ્રહણ, ઓછી જળ વહીવટી સેનિટરી ફિક્સચર્સ, પર્યાવરણીય અનુકૂળ પેઇન્ટ્સ વગેરે શામેલ છે. વ્યાપક ખિડકીઓ અને સ્કાઇલાઇટ્સ પ્લેટફોર્મ અને કૉન્સોર્સમાં કુદરતી પ્રકાશ અને હવા પ્રવાહ માટે સગવડ પ્રદાન કરે છે, જેના કારણે દિવસ દરમિયાન કૃત્રિમ પ્રકાશ પર નિર્ભરતા ઘટે છે. છોડ અને વાવેતર સાથેની લૅન્ડસ્કેપિંગ હરિયાળી અને તાજગીભર્યું વાતાવરણ બનાવશે.
શહેર તેની હીરા ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે, તેથી સ્ટેશનની ફસાડ અને ઇન્ટિરિયર્સની ડિઝાઇનમાં હીરાના ફેસેટનો પ્રતિનિધિત્વ કરવામાં આવ્યો છે. બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ કામ પહેલેથી જ પૂરું થઈ ચૂક્યું છે અને હાલ આંતરિક સજ્જા, છત બનાવવાની કામગીરી અને સ્ટેશનની અન્ય સુવિધાઓની પૂર્ણતા થઇ રહી છે. સ્ટેશન પર આરસી ટ્રેક બેડનું બાંધકામ અને તાત્કાલિક ટ્રેકની સ્થાપના જેવા ટ્રેક કામો પૂર્ણ થયાં છે.