27, સપ્ટેમ્બર 2025
ન્યુયોર્ક |
5148 |
પાકિસ્તાનના વડાપ્રધાન શરીફના ભાષણનો આકરો જવાબ
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણનો આકરો જવાબ આપ્યો હતો. ઇસ્લામાબાદ દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવા અને તથ્યોને તોડી-મરોડીને રજૂ કર્યા તેની પોલ ખોલી દીધી હતી. ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ, પેટલ ગેહલોતે કહ્યું, સાહેબ, આજે સવારે આ સભામાં પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા વાહિયાત નાટકો જોવા મળ્યા, જેમાં ફરી એકવાર આતંકવાદને મહિમામંડન કરવામાં આવ્યું, જે તેમની વિદેશ નીતિનો મુખ્ય ભાગ છે. જોકે, તમારી ડ્રામાબાજીથી સત્ય બદલાઈ જવાનું નથી.
શાહબાઝ શરીફે 80માં સત્રની સામાન્ય ચર્ચા દરમિયાન પોતાના ભાષણમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મે મહિનામાં ચાર દિવસના સંઘર્ષ દરમિયાન ભારતના 7 જેટ ક્ષતિગ્રસ્ત થયા હતા. વાયુસેનાના પ્રમુખ અમરપ્રીત સિંહે ગયા મહિને કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય જેટ દ્વારા પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક મોટા વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. પેટલ ગેહલોતે ગૃહને યાદ અપાવ્યું કે, 25 એપ્રિલે, પાકિસ્તાને યુએન સુરક્ષા પરિષદમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓના નરસંહાર માટે પ્રતિકાર મોરચાને જવાબદારીમાંથી મુક્ત કરી દીધી હતી. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ પાકિસ્તાન અને POKના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને એક ઓપરેશન શરૂ કર્યું હતું.