આગામી રવિવારે ફરી ભારત-પાકિસ્તાનનો મુકાબલો
01, ઓક્ટોબર 2025 કોલંબો   |   3069   |  

મહિલા વનડે વર્લ્ડકપની મેચમાં બન્ને ટીમો ફરી આમને-સામને

એશિયા કપ 2025 પછી ક્રિકેટ ફેન્સની નજર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મહિલા ODI વર્લ્ડ કપ પર છે, જ્યાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને ટકરાશે. આગામી રવિવાર ફેન્સ માટે ફરી રોમાંચક બનશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાનની ટીમ સામે ટકરાશે. આ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.

મળતી વિગતો મુજબ શ્રીલંકાના કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ ભારત અને પાકિસ્તાનની મેચ પર સૌની નજર રહેશે. જોકે, શું ભારતીય પુરુષ ટીમની જેમ મહિલા પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહી? ભારતીય મહિલા ટીમની પહેલી મેચ 30મી સપ્ટેમ્બરે શ્રીલંકા સામે રમાઈ હતી. આ દરમિયાન પાકિસ્તાની ટીમ બીજી ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે પહેલી મેચ રમશે. ઉલ્લેખનિય છે કે, આ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ (ODI) ગઈકાલથી શરૂ થયો છે. ફાઈનલ મેચ બીજી નવેમ્બરે રમાશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution