01, ઓક્ટોબર 2025
ક્વેટા |
3168 |
કલાત અને તુર્બતમાં અલગ અલગ હુમલામાં બે ચોકી હચમચાવી
બલૂચ લિબરેશન આર્મી એ દાવો કર્યો છે કે બલૂચિસ્તાનના કલાત અને તુર્બતમાં બે અલગ અલગ હુમલાઓમાં પાકિસ્તાનના છ સૈનિકો માર્યા ગયા છે. બીએલએના લડાકુઓ આધુનિક અને સ્વચાલિત હથિયારોનો ઉપયોગ કરીને પાકિસ્તાનની સેનાને નિશાન બનાવ્યા. બીએલએ આ હુમલાઓને પાકિસ્તાનની સેના સામે આઝાદીની લડાઈ ગણાવી હતી.
હુમલાઓની જવાબદારી લેતા BLAએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બલોચ લિબરેશન આર્મીના સ્વતંત્રતા સેનાનીઓએ કલાત અને તુર્બતમાં બે અલગ અલગ હુમલાઓમાં દુશ્મન પાકિસ્તાની દળોને નિશાન બનાવ્યા હતા. જેમાં ભારે નુકસાન થયા બાદ સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તુર્બતના અબસાર વિસ્તારમાં એક લશ્કરી ચોકીને નિશાન બનાવીને એક અલગ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો.'
BLAએ અગાઉ સમગ્ર પ્રાંતમાં પાકિસ્તાની સુરક્ષા દળો અને કથિત ગુપ્તચર એજન્સીઓ સામે અનેક કાર્યવાહીની જવાબદારી સ્વીકારી છે. અગાઉના બીએલએ સાત અલગ અલગ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સ્નાઈપર ફાયર, ગ્રેનેડ હુમલાઓ કર્યા હતા.