ભારતીય મહિલા ટીમની વન-ડે વર્લ્ડ કપની શ્રીલંકા સામેની પહેલી મેચમાં જીત
01, ઓક્ટોબર 2025 ગુવાહાટી   |   2970   |  

શ્રીલંકાને 59 રને હરાવ્યું, દીપ્તિ શર્માનું ઓલરાઉન્ડ પ્રદર્શન

ભારતીય મહિલા ટીમે મહિલા ODI વર્લ્ડ કપમાં જીત સાથે શરૂઆત કરી છે. મંગળવારે વર્લ્ડકરની પ્રથમ મેચમાં ટીમે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું હતુ. ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં 271 રનને ચેઝ કરતા શ્રીલંકાની ટીમ 45.4 ઓવરમાં 211 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી. સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી. શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા.

ગુવાહાટીમાં રમાયેલી મેચમાં શ્રીલંકાની ટીમે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમે 47 ઓવરમાં 8 વિકેટે 269 રન બનાવ્યા હતા. DLS પદ્ધતિના કારણે શ્રીલંકાને એક રન વધારાનો કરવાનો આવ્યો હતો. વરસાદને કારણે આ ઇનિંગમાં 3 ઓવર ઘટાડવામાં આવી હતી.

એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 124/6 હતો. પરંતુ દીપ્તિ શર્મા (53) અને અમનજોત કૌર (57 રન)એ 103 રનની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 250ને પાર પહોંચાડ્યો. શ્રીલંકા માટે ઈનોકા રાણાવીરાએ 4 વિકેટ લીધી.

જોકે, શ્રીલંકાની ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી 271 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અને સમગ્ર ટીમ 211 રનમાં ઓલઆઉટ થતાં ભારતે જીત મેળવી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution