29, સપ્ટેમ્બર 2025
દુબઈ |
3267 |
સુપર સીટ સેલ રૂપિયા 6,038થી શરૂ
મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં અગ્રણી બજેટ કેરિયર એર અરેબિયાએ 10 લાખ સીટનું સુપર સીટ સેલ શરૂ કર્યું છે. આ એક અર્લી બર્ડ પ્રમોશનલ ઓફર છે. આ ઓફર હેઠળ ભારતથી યુએઈ શારજાહ, અબુ ધાબી અને રાસ અલ ખૈમાહના ત્રણ એરપોર્ટ તેમજ યુરોપમાં મ્યુનિક, પ્રાગ, મિલાન, વિયેના, વોર્સો, એથેન્સ, મોસ્કો, બાકુ, તિબિલિસી, નૈરોબી, કૈરો સહિતના અનેક સ્થળે નોન-સ્ટોપ ફ્લાઇટ્સ સામેલ છે. તેમાં એકતરફી ભાડું રૂ. 6,038થી શરૂ થાય છે.
આ ઓફર 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે. જ્યારે તમામ સીટ્સ માટે મુસાફરીનો સમય 17 ફેબ્રુઆરીથી 24 ઓક્ટોબર 2026 સુધી છે. આ ઉપરાંત રૂ. 6038માં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, નાગપુર, ગોવા, તિરુવનંતપુરમ, કોચી, કોઈમ્બતુર અને કોઝિકોડથી શારજાહ, અબુ ધાબી અને યુએઈમાં રાસ અલ ખૈમાહ અને તેનાથી આગળની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ પણ ઉપલબ્ધ છે.
યુએઈ, મોરોક્કો અને ઇજિપ્ત સ્થિત તેના પાંચ વ્યૂહાત્મક કેન્દ્રોમાંથી 200થી વધુ રૂટનું સંચાલન કરતી એર અરેબિયા ઉડ્ડયન ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી તરીકે મજબૂત સ્થાન ધરાવે છે.