નાસભાગ બાદ ટીવીકે પ્રમુખ અને અભિનેતા વિજય થલપતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
29, સપ્ટેમ્બર 2025 ચેન્નાઈ   |   2673   |  

પોલીસે વિજય અને નીલાંકરઈ સ્થિત તેમના ઘરની સુરક્ષા સઘન બનાવી

તમિલનાડુના કરૂરમાં તમિલગા વેત્રી કઝગમની રેલીમાં ભાગદોડ થયાના બીજા જ દિવસે, પાર્ટીના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા વિજય થલપતિના ચેન્નઈ સ્થિત નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકીના પગલે, ચેન્નઈ પોલીસે વિજય અને નીલાંકરઈ સ્થિત તેમના ઘરની સુરક્ષા સઘન બનાવી દીધી છે. હાલમાં, પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે અને તેનો ઇરાદો શું હતો તે જાણવા માટે તપાસ કરી રહી છે.

કરૂરમાં ભાગદોડની ઘટના બાદ વિજય ચેન્નઈ પાછા ફર્યા હતા. ત્યારથી જ પોલીસે તેમના નિવાસસ્થાને સુરક્ષા વધારી દીધી હતી, પરંતુ બોમ્બની ધમકી મળ્યા બાદ ત્યાં ચેન્નઈ પોલીસ અને CRPFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

બોમ્બની ધમકી મળતા જ, બોમ્બ નિરોધક દળ , ડોગ સ્કવોડ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું અને TVK પ્રમુખના ઘરની ચારે બાજુ સઘન સુરક્ષા તપાસ કરવામાં આવી. જોકે, સર્ચ ઓપરેશનમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. આ દરમિયાન, પોલીસે વિજયના સમર્થકો અને સામાન્ય લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution