દેશભરમાં ટોલ ટેક્સમાં ઘટાડો કરાય તેવી શક્યતા
01, ઓક્ટોબર 2025 નવી દિલ્હી   |   2871   |  

આવતા અઠવાડિયે નવા રેટ લાગુ કરવાની તૈયારી

જીએસટી બચત ઉત્સવ વચ્ચે વાહન ચાલકોને દેશભરમાં ટોલ ટેક્સ પર પણ છૂટ મળે તેવી શક્યતા છે. નેશનલ હાઇવે ઓથોરિટી આર્થિક ઇન્ડિયાએ દરેક ક્ષેત્રીય અધિકારીઓને ટોલ દરોમાં સુધારો કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ કડીમાં 29 સપ્ટેમ્બરે એનએચઆઇના ક્ષેત્રીય કાર્યાલય ચંદીગઢથી જાહેર કરાયેલા પત્રમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરને 2004-05 ને બદલે 2011-12ના ફુગાવાના દરને આધાર તરીકે લઇને તેના નિયંત્રણ હેઠળના ટોલ પ્લાઝા માટે નવા ટોલ દરો પ્રસ્તાવિત કરવા માટે સુચના આપનવામાં આવી હોવાનું જાણવા મળે છે. એનએચઆઇ નવા દરો આવતા અઠવાડિયાથી લાગુ કરવાની તૈયારીમાં છે.

નાના વાહનોના ટોલમાં 5થી 10 રૂપિયાના ઘટાડાની શક્યતા

દેશભરમાં ટોલ કંપનીઓ વર્ષ 2004-05ને આધાર બનાવીને દર વર્ષ 1 એપ્રિલથી નવા ટોલ દરો લાગુ કરે છે. આ વર્ષે પણ ટોલ દરોમાં 5થી 7 ટકા સુધીની વધારાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે એનએચએઆઈએ મોંધવારી માટે 2004-05ના બદલે 2011-12ને આધારે નવા ટોલ દરો રજૂ કરવા સૂચના આપી છે.નવા ટોલ દરો લાગૂ થતાં નાની કારના ટોલમાં આશરે 5થી 10 રૂપિયાના ઘટાડાની શક્યતા છે.

1 એપ્રિલ 2025એ જે ટોલ દરોમાં વધારો કરવામાં આવ્યો હતો, તે પાછો જવાની શક્યતા છે.એટલે કે ટોલ રેટ પાછલા વર્ષની જેમ જ રહી શકે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution