01, ઓક્ટોબર 2025
ચેન્નાઈ |
2772 |
મોટાભાગનાકામદારો આસામના હતા
મંગળવારે મોડી સાંજે ચેન્નઈ, તમિલનાડુમાં એન્નોર થર્મલ પાવર પ્લાન્ટના બાંધકામ સ્થળે 30 ફૂટની ઊંચાઈએથી લોખંડના સ્લેબનો ટુકડો પડતા નવ કામદારો કચડાઈને મૃત્યુ પામ્યા હતા અને એક ઘાયલ થયો હતો.
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ એક ઉંચુ લોખંડનું માળખું બનાવવામાં આવી રહ્યું હતું, અને તેનો એક ભાગ નીચે ઉભેલા કામદારો પર પડ્યો. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્લેબ તૂટી પડવાના કારણની તપાસ ચાલી રહી છે.
તમિલનાડુ વીજળી બોર્ડના સચિવ અને તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશનના અધ્યક્ષ ડૉ. જે. રાધાકૃષ્ણન હોસ્પિટલની મુલાકાત લીધી અને ઘાયલોને મળ્યા હતા. તેમણે કહ્યું કે એન્નોર થર્મલ પાવર બાંધકામ સ્થળ પર સ્ટીલની કમાન તૂટી પડી. મૃતકો આસામ અને નજીકના વિસ્તારોના હતા. એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
ચેન્નઈમાં થર્મલ પ્લાન્ટનો 30 ફૂટ ઊંચો સ્લેબ ધરાશાયી, 9ના મોત