ફિલિપાઈન્સમાં જોરદાર ભૂકંપથી ભારે તબાહી, 60ના મોત
01, ઓક્ટોબર 2025 મનીલા   |   3465   |  

અનેક ઈમારતો ધરાશાયી,મૃતકાંક વધવાની શક્યતા

ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના અનેક ભાગોમાં વિનાશ સર્જાયો હતો. કુદરતી આફતમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી જેમાં ઓછામાં ઓછા 60લોકો માર્યા ગયા હતા. જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા છે.

ભૂકંપના કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારો અંગેની હજુ સ્પષ્ટ વિગતો મળી શકી નથી.પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ મોટુ નુકસાન અને જાનહાનિની પુષ્ટિ થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરના સમયે ઘણા વિસ્તારોમાં જોરદાર ભૂકંપ અનુભવાયા હતા, જેના કારણે ગભરાટ ફેલાયો હતો અને લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી જવા મજબૂર થયા હતા.

ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઇમારતો, ખાસ કરીને જૂની ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ફિલિપાઇન્સના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution