07, ઓક્ટોબર 2025
નવી દિલ્હી |
3267 |
સરકારે દરોમાં ફેરફાર કરીને જનતાને મોંઘવારીમાંથી રાહત આપી છે. હવે પણ રેપો રેટ ઘટાડીને લોન સસ્તી કરી શકે છે, જેના કારણે ઘર અને કાર ખરીદનારાઓની ઘટવાની શક્યતા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણ પર કેન્દ્ર સરકારે ય્જી્ના દરોમાં ફેરફાર કરીને જનતાને મોંઘવારીમાં રાહત આપી છે. ય્જી્ સ્લેબમાં ફેરફારથી રોજિંદા જીવનજરૂરી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. ભારતીય રિઝર્વ બેંક ઘર ખરીદનારાઓને નોંધપાત્ર રાહત આપી શકે છે. રેપો રેટમાં ફેરફાર કરીને બેંક વ્યાજ દર ઘટાડી શકે છે. રેપો રેટમાં ઘટાડો થવાથી બેંકો પાસેથી લોન સસ્તી થશે. ઘર અને કાર ખરીદનારાઓ માટે ઈસ્ૈં ઘટાડાશે.
ઓછા મોંઘવારીના કારણે આગામી મહિનાઓમાં ફરી એકવાર વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. મંગળવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. બેંક ઓફ બરોડા દ્વારાના ડેટામાં ઓક્ટોબર અત્યાર સુધી રેપો રેટને ૫.૫ ટકા પર યથાવત રાખ્યો છે, તેમ છતાં વિકાસને ટેકો આપવા માટે હજુ પણ વધુ ઢીલ આપવાની શક્યતાઓ છે.અહેવાલમાં જણાવાયું છે કે દરમાં ઘટાડો અને તહેવારોની સિઝનમાં ખર્ચ ચાલુ ત્રણ મહિનામાં ભારતના આર્થિક વિકાસને વેગ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ પરિબળો ખર્ચને મજબૂત બનાવશે અને વૈશ્વિક અવરોધોને દૂર કરવામાં મદદ કરશે.
રિપોર્ટ પ્રમાણે, એ ઓક્ટોબરમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, ય્જી્ની આર્થિક અસર અને ટેરિફની અસરનું મૂલ્યાંકન કરવા માટે નીતિગત વલણ તટસ્થ રાખ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૬ માટે વૃદ્ધિ દરનો અંદાજ વધારીને ૬.૮ ટકા કર્યો છે, જે અગાઉ ૬.૫ ટકા હતો. મોંઘવારીનો અંદાજ પણ ૩.૧ ટકાથી ઘટાડીને ૨.૬ ટકા કરવામાં આવ્યો છે.રિપોર્ટમાં જણાવાયું છે કે હવાઈ હવાઈ મુસાફરોની સંખ્યા, બંદરનું ભાડું અને રેલવે ભાડું પહેલાં જેટલું ઝડપથી નથી વધી રહ્યું જેથી વિકાસમાં મંદી જાેવા મળી રહી છે. જાેકે, ડીઝલનો વપરાશ, સરકારી ખર્ચ અને બેંક ક્રેડિટ વૃદ્ધિમાં સુધારો થયો છે.
હાલ ઘટાડો અને તહેવારોની સિઝનમાં આગામી મહિનાઓમાં માંગને જરૂરી પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે.બેંક ઓફ બરોડાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે, જે મુખ્યત્વે મજબૂત સ્થાનિક વપરાશ દ્વારા સંચાલિત છે.