દેશભરમાં નવી ચેક સિસ્ટમ આજથી લાગુ
04, ઓક્ટોબર 2025 મુંબઈ   |   5742   |  

કલાકોમાં ખાતામાં પૈસા જમા થઈ જશે

આજથી દેશભરમાં નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ અમલમાં આવી છે. જે ચેક ક્લિયરિંગ સિસ્ટમને નોંધપાત્ર રીતે ઝડપી બનાવશે. તે બેચ-આધારિત પ્રક્રિયા બદલીને ચેક જમા થયા પછી તરત જ ક્લિયરિંગ અને સેટલમેન્ટ થઈ જશે. આમ હવે ચેક ફંડ હવે 1-2 કાર્યકારી દિવસને બદલે થોડા કલાકોમાં તમારા બૅંક એકાઉન્ટમાં જમા થઈ જશે.

રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ ગઈકાલે ટ્રાયલ રનનું આયોજન કરીને શેડ્યુલ બનાવ્યું છે, જેથી એ ખાતરી કરી શકાય કે બૅંકો અધિકૃત રીતે લોન્ચ માટે તૈયાર છે. નવી સિસ્ટમ હેઠળ હવે ચેક ફિક્સ્ડ બેચમાં પ્રોસેસ કરવામાં નહીં આવે. બૅંકો સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પ્રેઝન્ટેશન સત્ર દરમિયાન સતત ચેક સ્કેન કરશે અને મોકલશે. હવે, દરેક ચેક લગભગ રિયલ ટાઇમમાં ક્લિયર થઈ જશે, ક્લિયરિંગ સમય વર્તમાન T+1 દિવસથી ઘટાડીને માત્ર થોડા કલાકોમાં થઈ જશે.

બેન્કો દ્વારા સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી જમા કરાયેલા ચેક તાત્કાલિક સ્કેન કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલવામાં આવશે.બૅંકો સવારે 11 વાગ્યાથી દર કલાકે ચુકવણીઓ સેટલમેન્ટ કરાશે.બૅંકોએ સાંજે 7 વાગ્યા સુધીમાં ચેક કન્ફર્મ કરવા પડશે; નહીંતર ચેક આપમેળે ક્લિયર થઈ જશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution