04, ઓક્ટોબર 2025
નવી દિલ્હી |
5544 |
પીએમ મોદીએ કરી પોસ્ટ , કહ્યું ભારત શાંતિની પડખે
ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાની યોજનાની જાહેરાત બાદ હવે મોટી પ્રગતિના સંકેતો જોવા મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની પહેલની પ્રશંસા કરતા કહ્યું કે ઈઝરાયલી બંધકોની મુક્તિના સંકેતો એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. પીએમ મોદીએ એક્સ પોસ્ટમાં લખ્યું છે કે,અમે પ્રમુખ ટ્રમ્પના નેતૃત્વનું સ્વાગત કરીએ છીએ કારણ કે ગાઝામાં શાંતિ પ્રયાસો નિર્ણાયક પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છે. બંધકોની મુક્તિના સંકેતો એક મોટું પગલું છે. ભારત કાયમી અને ન્યાયી શાંતિ માટેના તમામ પ્રયાસોને મજબૂત સમર્થન આપવાનું ચાલુ રાખશે. ઘણા અન્ય વૈશ્વિક નેતાઓ પણ ટ્રમ્પની પહેલની પ્રશંસા કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝે પણ ટ્રમ્પની યોજનાને ટેકો આપ્યો. તેમણે કહ્યું, ઓસ્ટ્રેલિયા ટ્રમ્પની યોજનામાં થયેલી પ્રગતિનું સ્વાગત કરે છે. હમાસે તાત્કાલિક તેના શસ્ત્રો નાખી દેવા જોઈએ અને બાકીના તમામ બંધકોને મુક્ત કરવા જોઈએ.