દિલ્હી-

સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારામને દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે ડિજિટલ ટ્રાંઝેક્શનમાં વધારો કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1500 કરોડની યોજનાની દરખાસ્ત કરી છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે, તાજેતરના સમયમાં ડિજિટલ પેમેન્ટમાં અનેક ગણો વધારો થયો છે. 2021-22નું બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું, 'ડિજિટલ ટ્રાંઝેક્શનને વધુ પ્રોત્સાહન આપવા માટે હું 1500 કરોડની યોજનાની દરખાસ્ત કરું છું જે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય પ્રોત્સાહનો પ્રદાન કરશે.'

સીતારામને કહ્યું કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (એનઆરએફ) ની જાહેરાત 2019 માટેના તેમના બજેટ ભાષણમાં કરવામાં આવી હતી. તેમણે કહ્યું, 'અમે ઓપચારિકતાઓ નક્કી કરી લીધી છે અને આગામી પાંચ વર્ષમાં એનઆરએફ પરનો ખર્ચ રૂ. 50,000 કરોડ થશે. આનાથી દેશના સંશોધન માળખાને મજબૂત બનાવવામાં મદદ મળશે અને મુખ્ય ભારણ ઓળખાતી રાષ્ટ્રીય અગ્રતાવાળા ક્ષેત્રો પર રહેશે.