/
ડિલિવરી બાદ અનુષ્કાની પ્રથમ સેલ્ફી,જોઇને ચાહકો આશ્ચર્યચકીત થઇ ગયા

મુંબઇ

અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ હાલમાં જ ડિલિવરી પછી પહેલી જ મિરર સેલ્ફી સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીર જોઈને ચાહકોને ઘણું જ આશ્ચર્ય થયું હતું. અનુષ્કા એટલી ફિટ લાગતી હતી કે ચાહકોને નવાઈ લાગી કે તેણે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ આ તસવીર શૅર કરીને હાલમાં તેની ફેવરિટ એક્સેસરી કઈ છે, તે અંગે વાત કરી હતી.


અનુષ્કા શર્માએ મિરર સેલ્ફી શૅર કરી હતી. તેના ખભા પર બર્પ ક્લોથ (બાળકના ઉપયોગમાં લેવાતું કપડું) જોવા મળે છે. તસવીર શૅર કરીને અનુષ્કાએ કહ્યું હતું, 'મારી હાલની ફેવરિટ એક્સેસરી બર્પ ક્લોથ.' તસવીરમાં અનુષ્કાની બૉડી જોઈને ચાહકો નવાઈમાં મૂકાઈ ગયા છે. અનેક ચાહકોએ સવાલ કર્યો હતો કે શું અનુષ્કા ક્યારેય પ્રેગ્નન્ટ પણ હતી ખરા?

આ તસવીર સાથે યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે સવાલ કર્યો હતો કે તમે પ્રેગ્નન્ટ થયા હતાં? કોઈએ એવો સવાલ કર્યો હતો કે તમે સાચે જ એક દીકરીની માતા છો? એક યુઝરે કમેન્ટ કરી હતી, 'OMG તમે આટલી જલ્દી કેવી રીતે ફિટ થઈ ગયા. હું તો ક્યારેય આવું ના કરી શકું.' કેટલાંક યુઝર્સે અનુષ્કાને વામિકાની તસવીરો શૅર કરવાનું કહ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution