મુંબઇ 

સના ખાને 20 નવેમ્બરે ગુજરાતના સુરત શહેરના રહેવાસી મુફ્તી અનસ સઈદ સાથે નિકાહ કર્યા. એક દિવસ પહેલાં વાઈરલ થયેલા વેડિંગ વીડિયો પછી હવે સનાએ જાતે જ સોશિયલ મીડિયા પર પતિ સાથે ફોટો શેર કર્યો છે. ફોટોમાં સના લાલ રંગના સુંદર આઉટફિટમાં દેખાઈ રહી છે. તેણે અકાઉન્ટમાં તેના નામની આગળ સઈદ પણ જોડ્યું છે.

લગ્ન પહેલાં ‘બિગ બોસ 6’, ‘જય હો’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના ખાને ઝાયરા વસીમનો રસ્તો પસંદ કર્યો. સનાએ શો બિઝનેસ છોડી દીધો. આ વાતની જાણકારી પોતે જ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સનાએ લાંબી પોસ્ટમાં લખ્યું હતું કે તે માનવની સેવા કરશે અને પોતાના નિર્માતા એટલે કે અલ્લાહના આદેશનું પાલન કરશે.

સના ખાને વર્ષ 2005માં હિન્દી ફિલ્મ ‘યહી હૈ હાઈ સોસાયટી’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. એ પછી તેણે ઘણી હિન્દી, મલયાલમ, તમિળ, તેલુગુ અને કન્નડ ફિલ્મ્સમાં કામ કર્યું. બિગ બોસ અને ફિયર ફેક્ટર જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લઇ ચૂકી છે.

આ વર્ષની શરુઆતમાં જ એક્ટ્રેસે કોરિયોગ્રાફર બોયફ્રેન્ડ મેલવિન લુઇસ સાથે બ્રેકઅપ પછી પોતાની ભાવનાઓને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જો કે, અકાઉન્ટમાં બધા જૂના ફોટોઝ ડિલીટ કર્યા હતા. સનાએ 12 ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર બ્રેકઅપ વિશે કહીને મેલવિન પર એક બાળકીને પ્રેગ્નન્ટ કરવાના આરોપ મૂક્યા હતા. સના અને મેલવિન વર્ષ 2018માં મળ્યા હતા. બંનેએ વેલેન્ટાઇન્સ ડે પર તેમના રિલેશનશિપના સમાચારોને સાચા કહ્યા હતા.