લેપટોપ પર બોર્ડની પરીક્ષા આપનાર પહેલી વિદ્યાર્થિની
15, માર્ચ 2023

શહેરની બ્લાઇન્ડ સ્કૂલમાં અભ્યાસ કરતી ધો. ૧૦ની વિદ્યાર્થીની એશા મકવાણા લેપટોપ પર પરીક્ષા આપનાર ગુજરાત બોર્ડની પહેલી વિદ્યાર્થીની બની છે. એશા મકાવાણા રોઝરી સ્કૂલમાંથી બોર્ડની પરીક્ષા આપી રહી છે જેમાં તેણે આજે પહેલુ પેપર આપ્યુ હતું. બોર્ડ પરીક્ષા આપવા માટે બોર્ડ દ્વારા તેને જરૂરી મંજૂર આપવામાં આવી છે. આમ તેને રાઇટરની પણ જરૂર નથી રહી. વિદ્યાર્થીનીને બ્રેઇલ લિપિમાં પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું અને તેના જવાબ તેણે લેપટોપ પર જ ટાઇપ કરીને લખ્યા હતાં. લેપટોપમાં ઇન્સ્ટોલ સોફટવેરના કારણે તે જે પણ શબ્દ ટાઇપ કરશે તે તેને સંભળાતો હોવાથી તે શુ લખી રહી છે તેનો તેને ખ્યાલ આવી જતો હતો. જાે કે પેપર પુરુ થયા બાદ સુપરવાઇઝરે તેણે લખેલા જવાબોની પ્રિન્ટઆઉટ લઇને તેને ઉતરવાહી સાથે બીડાણ કરી દીધા હતા. આમ નોર્મલ વિદ્યાર્થીઓની જેમ જે તેનું પેપર પણ ચેક થશે. આ અંગ બ્લાઇન્ડ સ્કૂલના આચાર્યેએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ વડોદરામાંથી એક વિદ્યાર્થીનીએ ધો. ૧૦ની બોર્ડની પરીક્ષા આપી હતી પણ તે વિદ્યાર્થીની સેન્ટ્રલ બોર્ડની હતી. એશા મકવાણા ગુજરાત બોર્ડની લેપટોપ પર પરીક્ષા આપનાર પહેલી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની બની હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution