લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જાન્યુઆરી 2026 |
1683
રાજકોટ, સરકારી નોકરી અપાવવાના નામે ઠગાઈના મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ઈડીની ટીમોએ દેશના ૬ રાજ્યોમાં કુલ ૧૫ સ્થળોએ દરોડા પાડીને મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન રાજકોટમાં પણ ઈડ્ઢ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાંથી અનેક શંકાસ્પદ દસ્તાવેજાે મળ્યા છે. મામલાની તપાસ બિહારના સોનપુર રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી છે. ફરિયાદના આધારે દીપક તિવારી અને સક્ષમ શ્રીવાસ્તવ સામે ઈડીએ મની લોન્ડરિંગ સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓની ગેંગ રેલ્વે સ્ટેશનો પર આવતાં સરકારી નોકરીની આશા રાખતા યુવકોને શિકાર બનાવતી હતી. નોકરી અપાવવાના લાલચમાં મોટા પ્રમાણમાં રૂપિયા વસૂલવામાં આવતા હતા. ગેંગના મુખ્ય સૂત્રધારો અંગેની તપાસ હજી પણ ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. દરોડા દરમિયાન અનેક વેચાણ દસ્તાવેજાે, ઋણ એગ્રીમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત દસ્તાવેજાે મળી આવ્યા છે. આ ઉપરાંત ડિજિટલ ઉપકરણો, મોબાઇલ ફોન, લેપટોપ સહિતની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ દ્વારા નોકરીના નકલી જાહેરાત પત્રો, નકલી નિયુક્તિ પત્રો તેમજ ખોટા ઇ-મેઇલ આઇડી બનાવી લોકોમાં વિશ્વાસ ઊભો કરવામાં આવતો હતો. ગેંગ દ્વારા તૈયાર કરાયેલા આ તમામ નકલી પુરાવાઓ હવે ઈડીને હાથ લાગ્યા છે. ઈડી દ્વારા સમગ્ર નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને ગેંગના અન્ય સભ્યો અંગે તપાસનો દોર વધુ તેજ બનાવવામાં આવ્યો છે.