ગુડ ફ્રાઈડે નિમિત્તે ખ્રિસ્તીઓ એક મહિનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનના દિવસ તરીકે મનાવે છે. ગુડ ફ્રાઈ ડેના દિવસે પ્રભ ઈસુ ખ્રિસ્ત પર અનેક અત્યાચારો ગુજારીને તેમને ક્રોસ પર જડી દેવામાં આવ્યા હતા જેથી ખ્રિસ્તીઓ આ દિવસને બ્લેક ફ્રાઈ ડે તરીકે પણ ઉજવે છે. ગુડ ફ્રાઈ ડે એટલે પવિત્ર શુક્રવાર જે દિવસે પ્રેમ અને શાંતિની સ્થાપ્ના માટે એક પવિત્ર આત્માએ જન્મ લઈને અનેક અત્યાચારો સહન કરીને બલિદાન આપતા તેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે રોઝરી ચર્ચ દ્વારા ઈસુ ખ્રિસ્તના બલિદાન દર્શાવતું એક અભિનય તેમજ પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. તે સિવાય અન્ય ચર્ચ તેમજ કોન્વેન્ટ શાળામાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.