02, જુલાઈ 2025
અમદાવાદ |
2673 |
સરકાર દ્વારા રેતી-કપચી સહિત અન્ય ખનિડોપર દર વર્ષે 30 ટકાં વધારો કરાતો હતો
સરકારે એકાએક રેતી, કપચી અને સાદી માટી સહિતના ખનિજ પર લેવાતી રોયલ્ટી ઉપરાંત તેટલાં જ પ્રીમિયમની વસૂલાત ડબલ રોયલ્ટી જેટલી રકમ કરવાનો નિર્ણય લીધો છે. અચાનક બમણા ભાવવધારાના પગલે ખનિજોનું ઉત્પાદન અને વેપાર કરતા લોકોમાં વિરોધ શરૂ થયો છે. રેતી, કપચી અને સાદી માટી તેમજ અન્ય ખનિજો પર સરકાર દ્વારા દર વર્ષે 30 ટકા વધારો કરવામાં આવતો હતો. છેલ્લે વર્ષ-2015માં રોયલ્ટીની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ વધારો કરવામાં આવ્યો ન હત. વર્ષ-2017ના જાહેરનામાં મુજબ નવી લીઝ 100 ટકા પ્રીમીયમ ભર્યા બાદ એલોટ થતી હતી જેથી રોયલ્ટીની રકમમાં વધારો કરી શકાતો ન હતો.
મળતી વિગતો મુજબ છેલ્લા 10 વર્ષથી રોયલ્ટીની રકમમાં કોઈ વધારો નહતો થયો અને ત્યારબાદ સોમવારે એકાએક સરકારે વિવિધ ખનિજોની રોયલ્ટીમાં વધારો કરતું જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં સરકારે રોયલ્ટીના બદલે રોયલ્ટીની ઉપર તેટલી જ રકમનું પ્રીમિયમ વસૂલ કરવાનો ઉલ્લેખ કર્યો છે. તાત્કાલિક અસરથી વિવિધ ખનિજો પર વસૂલાતી રોયલ્ટી તેમજ પ્રીમિયમના ભાવમાં વધારો કરી દેતા ઉત્પાદકતાઓને પણ આંચકો લાગ્યો છે. વિવિધ ખનિજો સાથે સંકળાયેલા એસોસિએશનો પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરવો કે નહીં તે અંગે અસમંજસમાં છે.
જોકે, રોયલ્ટીની રકમમાં વધારો કરાતામ મકાનોની કિંમતો પણ વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.