01, ફેબ્રુઆરી 2021
1485 |
મુંબઈ-
સરકારે ચાલુ વર્ષે સરકારી એકમોમાંથી પોતાનો હિસ્સો વેચી દઈને કે પછી કેટલાંક બાયબેક કરીને અત્યાર સુધીમાં 19,499 કરોડ રૂપિયા મેળવ્યા છે, જ્યારે આગામી નાણાકીય વર્ષ દરમિયાન તેનાથી વધારે એટલે કે 2.10 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું આયોજન કર્યું છે.
જો કે કોરોના મહામારીને પગલે ભારતીય જીવન વિમા નિગમ સહિતની કંપનીઓના જે લક્ષ્યાંકો હતા તે ચૂકી જવાયા હોવાથી ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારનું જે લક્ષ્ય છે તે હાંસલ કરવામાં મુશ્કેલી પડશે. નાણામંત્રીએ વિનિવેશ, બાયબેક તેમજ સરકારી કંપનીઓમાં પોતાની હિસ્સેદારી ઘટાડવા સહિતના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.