અમદાવાદ-

લોકોએ પૈસા પાછા ખેંચી લીધા હોવા છતાં દેશના મ્યુચ્યુઅલ ફંડમાં ગુજરાતના લોકોનું રોકાણ ત્રીજા નંબરે છે. એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ ગુજરાતમાંથી ટોટલ એસેટસ અન્ડર મેનેજમેન્ટ સપ્ટેમ્બર 2020માં રૂા.10.91 કરોડ હતું. જેમાં ઈકિવટી સામે જોડાયેલા ફંડોનો હિસ્સો 82.11 કરોડ હતો.

એક ફાઈનાન્સીયલ એડવાઈઝરી કંપનીના જણાવ્યા મુજબ ગુજરાતના રોકાણકારોનું લિકિવડ અને ડેટ ફંડમાં સંસ્થાકીય રોકાણ પણ વધ્યું છે. કેટલાક મોટા કોર્પોરેટસએ આવા ફંડમાં નાણાં રાખ્યા છે, જે એયુએમના વધારામાં પ્રતિબિંબિત થાય છે.

જાણકારો કહે છે કે ઓગષ્ટથી મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટમાં ગુજરાત ત્રીજું મોટું રાજય રહ્યું છે. જુલાઈ બાદ ફંડોમાં રોકાણ રૂા.11.45 કરોડ વધ્યું છે. ઓગસ્ટમાં પણ ગુજરાતમાંથી એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) લગભગ સરખી રહી હતી.

એક ફાઈનાન્સીયલ ક્ધસલ્ટન્ટના જણાવ્યા મુજબ ભારતમાં સમગ્રતયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થાય છે, પણ છેલ્લા બે મહિનાથી ઈકિવટી ફંડોએ પોઝીટીવ રિટર્ન આપવાનું શરૂ કર્યું છે. તેલની વાટ જોતા રોકાણકારો શેરબજાર તરફ જોવા લાગ્યા છે. વળી, અગાઉના કેટલાક રોકાણોની મેટ એસેટ વેલ્યુ વધતાં એનું પ્રતિબિંબ એયુએમમાં જોવા મળી રહ્યું છે.

ગોલ્ડ સ્ટોરેજ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં પણ રોકાણનો પ્રવાહ ચાલુ રહ્યો છે, અને એ કારણે પણ એયુએમમાં વધારો જોવા મળી રહ્યો છે.