23, સપ્ટેમ્બર 2021
693 |
નવસારી-
ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે.ત્યારે નવસારીમાં વરસાદના વિરામ બાદ હવે અમુક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.શહેરમાં આવેલા દશેરા ટેકરી અને રેલરાહત કોલોનીમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. જેના લીધે લોકો પરેશાની સામનો કરી રહ્યા છે.આ ઉપરાંત રેલ રાહત કોલોનીમાં રહેતા લોકોના ઘર આંગણે સુધી વરસાદી પાણી પહોંચ્યા છે.આ ઉપરાંત હજુ પણ ઉપરવાસમાં વરસાદના કારણે પૂર્ણાં અને અંબિકા નદીની સપાટી માં વધારો થઈ રહ્યો છે. જો કે પૂર્ણાં નદીની જળસપાટી ૧૧ ફૂટે પહોંચી જ્યારે ભયજનક જળસપાટી ૨૩ ફૂટ છે. તેવી જ રીતે અંબિકા નદીની જળસપાટી ૧૫ ફૂટે પહોંચી છે.
રાજ્યમાં અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંં પણ વરસાદે ધામા નાખ્યા છે.