/
દારૂબંધીને લઈને હાઇકોર્ટમાં સુનાવણી, નોન વેજને નશીલા પદાર્થો સાથે સરખામણીના થાય: એડવોકેટ જનરલ 

અમદાવાદ-

દારૂબંધીને લઈને હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. 5 અરજદારો દ્વારા દારૂબંધીના નિયમોને હળવા કરવા માટેની અરજી કરવામાં આવી હતી. જેમાં આ અરજીને એડવોકેટ જનરલને વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ બાંધી 70 વર્ષ થી છે. અને આવી અરજીઓ હાઇકોર્ટમાં ટકી શકે નહીં. સાડા 6 કરોડની જનતા સામે માત્ર 66 હજાર લોકોને જ દારૂની ટેમ્પરરી પરમિટ આપવામાં આવી છે. રાઇટ ટુ પ્રાઇવસી જોઈ તો હોય તો અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે. ત્યારે આજે આ મુદે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી

એડવોકેટ જનરલ એ જણાવ્યુ હતું કે નોનવેજ ની તુલના નશીલા પદાર્થો સાથે કરી શકાય નહીં જો કાલે કોઈ વ્યક્તિ એમ કહેશ કે હું મારા ઘરની 4 દિવાલોમાં ડ્રગ્સ લવ છું તો તમને કોઈ વાંધોના હોવો જોઈએ. જે કાયદો વર્ષોથી છે. તે આજે અમાન્ય ઘણી શકાય નહી. અને આવી બધી અરજી કરવા માટે અરજદારે સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ આવી અરજીઓ હાઇકોર્ટમાં ટકી શકે નહીં. દારૂબધી નો કાયદો યોગ્ય છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર તેમણે નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે ઘરની 4 દિવાલોમાં તમે નોન વેજ ખાઓ તે પર રોક લગાવાનો અધિકાર રાજય સરકાર પાસે નથી પરંતુ જો તમે ઘરની ચાર દિવાલોમાં બેસીને દારૂ પીવો તેના પર રોક લગાવાનો અધિકાર રાજય સરકાર નો છે કારણકે રાજ્યમાં દારૂબંધી નો કાયદો અમલમાં છે.

વધુમાં એડવોકેટ જનરલે જણાવ્યુ હતું કે જો અરજદાર આ બાબતેને કે આ અરજી પર છેક સુધી લડવા માગતા હોય તો તેઓ આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જઇ શકે છે. આવી અરજીઓ હાઇકોર્ટમાં થકી શકે નહીં.રાઇટ ટુ પ્રાઈવસી એટ્લે સામાજિક વાતાવરણ લોકહિતના સંદર્ભમાં હોય શકે છે ચીનના દુકાન માં રાખેલા બુલ જેવુ નથી હોતું. રાજ્ય સરકાર મહાત્મા ગાંધીના સિદ્ધાતો માટે કટિબદ્ધ છે. દારૂ પીવાના ઈરાદાને નિષિત પણે નાબૂદ કરવાનો ઇરાદો રાખે છે. આજની સુનાવણીમાં અગાઉના જજમેંટને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી અને કહ્યું હતું કે અગાઉ જે પણ વાંધા રાજ્ય દ્વારા ઉઠવામાં આવ્યા તે પ્રારંભિક નથી. દરેક નાગરિક ને અધિકાર છે કે તે કોર્ટમાં આવાનો આ મામલે નામદાર હાઈકોર્ટ તપાસ કરશે. વધુમાં એડવોકેટ મિહિર જોશી એ પણ જણાવ્યુ હતું કે પ્રોહિબિશન એક્ટમાં જે પણ વધારાની નવી જોગવાઈ કરવામાં આવી છે તે સુપ્રીમ કોર્ટે તપાસ કરી નથી. એડવોકેટ એસ જી ત્રિવેદી એ પણ જણાવ્યુ હતું કે જે તે ચુકાદાની કોઈ અરજી આ કેસમાં નથી.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution