દિલ્હી-

વિકાસ દુબેના એન્કાઉન્ટર પર પ્રશ્ન ઉઠાવનાર અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ. આ દરમ્યાન યુપી સરકારની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા એ કહ્યિ કે અથડામણ યોગ્ય હતી. જાે કે કોર્ટની તરફથી એમ પણ કહ્યુ કે રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા બનાવા માટે જવાબદાર છે અને તેના માટે ટ્રાયલ થવું જાેઇતું હતું. સાથો સાથ કહ્યુછે કે તપાસ કમિટીમાં પૂર્વ જજ અને એક પોલીસ અધિકારી અમારા હશે. યુપી સરકાર તપાક કમિટીના પુનર્ગઠન પર સહમત પણ થઇ ગયું છે.

સોમવારના રોજ સુનવણી દરમ્યાન યુપી સરકારની તરફથી તુષાર મહેતાએ કહ્યુ કે અથડામણ યોગ્ય હતું તેઓ પેરોલ પર હતા, ધરપકડથી ભાગવાની કોશિશ કરી. તુષાર મહેતાની આ દલીલ બાદ સીજેઆઇ એસએસ બોબડે એ કહ્યુ કે વિકાસ દુબેની વિરૂદ્ધ કેસ અંગે જણાવો. તમે તમારા જવાબમાં કહ્યુ છે કે તેલંગાણામાં થયેલ અથડામણ અને આમા અંતર છે પરંતુ તમે કાયદાના રાજને લઇ ચોક્કસ એલર્ટ હશો. તમે રિટાયર્ડ જજના નેતૃત્વમાં તપાસ પણ શરૂ કરી છે. પ્રશાંત ભૂષણે પણ પીયૂસીએલની તરફથી અથડામણ પર પ્રશ્ન ઉઠાવ્યા છે.

સીજેઆઇ એ સુનવણી દરમ્યાન એમ પણ કહ્યુ કે હેરાનીની વાત એ છે કે આટલાબધા કેસમાં સામેલ શખ્સ જામીન પર હતો અને ત્યારબાદ આ બધું થયું. કોર્ટ આ આખા મામલા પર તફ્સીલ પાસેથી રિપોર્ટ માંગતા કહ્યુકે આ સિસ્ટમનું ફેલ્યોર દેખાડે છે. કોર્ટ એ કહ્યુ કે આનાથી માત્ર એક ઘટના દાવ પર નથી પરંતુ આખી સિસ્ટમ દાવ પર છે. તો યુપી સરકાર તપાસ કમિટીના પુનર્ગઠન પર સહમત થઇ ગયું છે.

આપને જણાવી દઇએ કે યુપી સરકારે અથડામણની તપાસ માટે હાઇકોર્ટના રિટાયર્ડ જજનું ન્યાયિક પંચ બનાવાની વાત કહી હતી પરંતુ અરજીકર્તાએ તેના પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. ત્યારબાદ આજે સુપ્રીમ કોર્ટે તેમાં ફેરફારની વાત કહી.

આ સિવાય સંજય પારિખે કહ્યુ કે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના મીડિયામાં આવેલા નિવેદનો પરથી સ્પષ્ટ થાય છેકે અથડામણ સ્વાભાવિક નહોતી. તેના પર સીજેઆઇએ સોલિસિટર જનરલને કહ્યુ કે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના નિવેદનોને પણ જાેવામાં આવે. જાે તેમણે કોઇ એવું નિવેદન આપ્યું છે અને ત્યારબાદ કંઇ થયું હોય તો કેસને પણ જાેવો જાેઇએ.

હવે આ કેસની આગળની સુનવણી બુધવારના રોજ થશે. યુપી સરકારને આ દરમ્યાન ન્યાયિક તપાસ પર ડ્રાફ્ટ નોટિફિકેશન રજૂ કરવો પડશે.